Friday, July 17, 2009

ટહુકો

ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?

તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?

તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?

5 comments:

  1. તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
    દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?

    વાહ ખુબ સુંદર કલ્પના

    અભિનંદન

    અમિત ત્રિવેદી

    ReplyDelete
  2. ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.. આ લિસ્ટ પર એક નજર મારી દેજો:


    http://layastaro.com/?p=2505

    ReplyDelete
  3. અરે વાહ અંકિત... તમારો બ્લોગ જોઈને ખૂબ જ આનંદ થયો... ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારી જૂની-નવી રચનાઓ અહીં નિયમિત રીતે માણવા મળતી રહેશે એવી આશા.

    બ્લોગ માટે હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    ReplyDelete
  4. ગુજરાતી વૅબજગતમાં આપનું હાર્દિક સ્વાગત ... !!

    ReplyDelete
  5. Ankitbhai,

    I am a fan of your writing...'Kavita' magazine ma tamari rachnao maani che..Aa blog sharu karva baddal 'Thank you'! Let me put it this way: 'Saaru thayu mane aa blog malyo tamare nagar javaa!'

    --Vishvesh
    PS: Gujarati maa type karva nu bahu faavtu nathi..pls excuse!

    ReplyDelete