Tuesday, July 21, 2009

હવે ચોમાસું બારેમાસ છે!

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

મન ભરીને માણવાનું થાય મન,
એક એવો શોધવાનો શ્વાસ છે.

આપણે ખાલી થવાનું હોય છે,
જિંદગી પણ એક કટકો વાસ છે.

એક પંખી જેમ તું ઊડી ગઈ,
ને અમારા હાથમાં આકાશ છે.

6 comments:

  1. સુંદર ગઝલ..
    ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.
    સુનિલ શાહ
    http://sunilshah.wordpress.com

    ReplyDelete
  2. સુંદર ગઝલ.

    ReplyDelete
  3. Wah ankit bhai wah,

    majha avi gai..

    shwas chale ej che hovapanu,
    jivto pratyek manas lash che..


    wah,

    regards,

    kankshit

    ReplyDelete
  4. Ankitbhai,
    The 'Avinashi Raat' was very entertaining,emotional and enjoyable from all-music,emotions,masti,respect and batting by singers and 'BOLing' by YOU and fielding by audiences like us!
    Thoroughly enjoyed.
    Dr C S Buch
    About Chomasu bare mass...
    Why is it that most males like "VARSAAD" ?
    Because Aakhu Varas to sambhale chhe "VAHU"saad!

    By that standard...
    Chomasu "Baare Maas" hoi shake kintu "Var"Saad Baremass? eto fakta 'SINGLE' jevake ANKITBHAI kahi shake baki 'DOUBLE' with 'TROUBLE' can never say that ! Right?

    ReplyDelete
  5. શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
    જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

    - અદભુત શે'ર...

    કવિ... આ બ્લૉગસ્પોટ છોડીને આખો બ્લૉગ વર્ડપ્રેસ પર ટ્રાંસફર કરી દો... આના પર તો કોમેંટ કરવા માટે પણ કસરત કરવી પડે છે...

    ReplyDelete
  6. Aapni kavita gmej che
    http://palji.wordpress.com

    ReplyDelete