દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં, સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને, તારી ગલીને એ હવે સજાવશે નહીં.
તું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા, તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં
લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે, સામે ઊભી હશે અને લખાવશે નહીં.
આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને, ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.
સુંદર મજાની ગઝલ... વારંવાર માણેલી ને તોય વારંવાર માણવી ગમે એવી..
ReplyDeleteઆ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં માનવી હોય તો:
http://layastaro.com/?p=1547
nice gazal..... !
ReplyDeleteતું પણ બનીને દોસ્ત છોને આવતો ખુદા,
તું પણ જરૂર હશેને ત્યારે આવશે નહીં ... saras !