ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ?
તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ?
તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?
ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર,
નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ?
તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં,
ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ?
પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી ?
Friday, July 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
ReplyDeleteદીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ?
વાહ ખુબ સુંદર કલ્પના
અભિનંદન
અમિત ત્રિવેદી
ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.. આ લિસ્ટ પર એક નજર મારી દેજો:
ReplyDeletehttp://layastaro.com/?p=2505
અરે વાહ અંકિત... તમારો બ્લોગ જોઈને ખૂબ જ આનંદ થયો... ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારી જૂની-નવી રચનાઓ અહીં નિયમિત રીતે માણવા મળતી રહેશે એવી આશા.
ReplyDeleteબ્લોગ માટે હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુજરાતી વૅબજગતમાં આપનું હાર્દિક સ્વાગત ... !!
ReplyDeleteAnkitbhai,
ReplyDeleteI am a fan of your writing...'Kavita' magazine ma tamari rachnao maani che..Aa blog sharu karva baddal 'Thank you'! Let me put it this way: 'Saaru thayu mane aa blog malyo tamare nagar javaa!'
--Vishvesh
PS: Gujarati maa type karva nu bahu faavtu nathi..pls excuse!