Monday, September 28, 2009

સામે ચાલીને હવે ચર્ચા કરું છું

સામે ચાલીને હવે ચર્ચા કરું છું,
તારા પૂછ્યા વગરના સવાલનીમોસમ આવી છે કમાલની.....

સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.

કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.

દિવસ પણ ઊગવાનું યાદ રાખી
રોજ રોજ વાતો કરે છે આજકાલની.

જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,

ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.

મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે
મારા હૈયે ઊડેલા ગુલાલની.

5 comments:

  1. saras chhe....specially bijo bandh to bahu j gamyo...gazal samrat geet na raste kyaanthi bhula padya?-Khevana

    ReplyDelete
  2. મસ્ત ગીત... પાક્કો લય અને આછું આછું સ્પર્શતો અર્થ...

    ReplyDelete
  3. આ ગીત ઘણું ગમ્યું...

    ReplyDelete
  4. કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,ત્યારે ઉકલે અવસરનાં અણસારા...gazal samrat ni gazal na kem na vakhaan karu pan by GOd ki kasam each and every line is soooo touchy. sidhu hrdayma j jaay....GBU

    ReplyDelete
  5. jivan no arth hovu thai jay
    eve tane samjai jay tu!
    kavitva e ek lhavo chhe nai?

    ReplyDelete