સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે -
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે-,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.
પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
આંખોમાં તારી ઊગશે એને સલામ છે.
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,
સપનામાં તારા આવીને મારે શું કામ છે ?
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે !
Sundar Gazal, hammesh mujab.
ReplyDeleteMatla aapnaa Sanchalan maM sambhlyo hoy evu laage Chhe.
Jay gurjari.
Chetan framewala
ભાઈ અંકિત,
ReplyDeleteએકે એક શેર માં અભિવ્યક્તિનો ચળકાટ છે... અદભુત! અન્ય કૃતિઓની જેમ આ પણ ખૂબ ગમી. અર્વાચીન ગુજરાતી ગઝલફલક પર એથી જ તો તમારો પ્રભાવ અનેરો છે! પ્રતિભાવમાં એક જોડકણુ બીડું છું.
ભેગા કર હાથ તો પ્રણામ છે
ઉઠાવ જો હાથ તો સલામ છે
આંકે અશ્રુ જો એને 'બાબુલ'
હાથની લકીર પણ કલામ છે.
'બાબુલ’
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે -
ReplyDeletesuperb !!
પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે
ReplyDeleteઆંખોમાં તારી ઊગશે એને સલામ છે.
salam Ankitbhai tamari kavitane
Lata Hirani
અંકિતભાઇ, નવી કવિતા મુકો ત્યારે જાણ થાય એવી કોઇ વ્યવસ્થા કરશો ? રાહ જોઇશું..
ReplyDeleteલતા હિરાણી
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઇશ હું,સપનામાં તારા આવીને મારે શું કામ છે ? નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું, હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે ! -- shabono khel che aa shabdo...i m glad i m reading u. thnx
ReplyDeleteGAZAL SAMRAAT TAME TO KAMAL 6O!!!!!!!
ReplyDeleteWELL DONE