Monday, August 24, 2009

સૂની પડેલી સાંજને આવી સજાવ તું

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

13 comments:

  1. પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
    હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
    I like this she'r.. very nice thought...

    ReplyDelete
  2. bahu sunder gazal

    ReplyDelete
  3. Exceelent Ankit...virah che pan kyay lachari nathi...premi ni open challange che..

    ReplyDelete
  4. very good...would love more like this..too gud!!

    ReplyDelete
  5. exceellent gazal .. khubaj bolaki ane saras ... enjoyed ankitbhai...!

    ReplyDelete
  6. Nice gazal હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ...

    ReplyDelete
  7. yaad mssrzI Chhalke Chhe tuj aankh thI.
    haay re tuj dil maa_n hu_n naa rai shakyo.

    Jay Gurjari,
    Chetan framewala

    ReplyDelete
  8. યાદ મારી છલકે છે તુજ આંખથી,
    હાય રે તુજ દિલમાં હું ના રૈ શક્યો.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

    ReplyDelete
  9. I LIKE THE TIME OF POSTING THIS GAZAL.THAT'S LIKE A POET.

    ReplyDelete
  10. Fine Gazala chhe... laast sher khub j gamyo...

    ReplyDelete
  11. સુંદર ગઝલ...

    આ બે શેર સવિશેષ ગમી ગયા:

    હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
    નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

    પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
    હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

    ReplyDelete